ટંકારા : ટંકારાના ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા આઠમાં સમૂહ લગ્ન ટંકારા - કન્યા છાત્રાલય મુકામે તા. 26 એપ્રિલ અખાત્રીજના રોજ આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ વર્તમાન પરિસ્થિતિને તથા સરકાર અને પ્રશાસનના કાયદાને ધ્યાને લઇ લોકોની સલામતી માટે આ આયોજન રદ કરવામાં આવેલ છે. જેની કડવા પાટીદાર સમાજના સભ્યોએ નોંધ લેવા અધ્યક્ષ અરવિંદભાઈ બારૈયા સહિતના સભ્યોએ યાદીમાં જણાવેલ છે.