મોરબી : મોરબી તાલુકા વિસ્તારમાં થોડા સમય પહેલા આશરે 55 વર્ષીય એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. આથી, અજાણ્યા પુરુષના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડી પીએમ સહિતની જરૂરી કાર્યવાહી કરીને તેના વાલી વારસની શોધખોળ કરાઈ હતી. પણ મૃતક અજાણ્યા પુરુષના આજદિન સુધી વાલી વારસ ન મળતા આજે મૃતક અજાણ્યો પુરુષની સિવિલ હોસ્પિટલમાંથઈ સ્મશાન યાત્રા કાઢીને સામાજીક કાર્યકર હસીનાબેન લાડકાએ વિધુત સ્મશાનના સંજયભાઈની મદદથી અંતિમ વિધી કરી હતી.