પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પણ જેહર હિતની સલામતી માટે બકાલીઓને છુટા છવાયા બેસાડી અને શાકભાજી લેવા આવતા લોકો વચ્ચે પણ અંતર રાખવાની વ્યવસ્થા કરાઈ મોરબી : મોરબીમાં કોરોનાને લઈને લાગુ કરાયેલા લોકડાઉન દરમિયાન જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરવા અને જાહેર હિતની સલામતી જળવાઈ રહે, તે માટે અંતે આજે પાલિકા તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા નહેરુગેટ ચોક તથા શાક માર્કેટ પાછળ ખુલ્લામાં પાથરણા પાથરીને શાકભાજી વેંચતા તમામ બકાલીઓને પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ખસેડી દેવામાં આવ્યા છે અને પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પણ જેહર હિતની સલામતી માટે બકાલીઓને છુટા છવાયા બેસાડી અને શાકભાજી લેવા આવતા લોકો વચ્ચે પણ અંતર રાખવાની વ્યવસ્થા કરાઈ છે. મોરબીના જાહેર સ્થળો નહેરુગેટ ચોક અને શાક માર્કેટ પાછળ ઉભી લાઈનો કરી પાથરણા પાથરીને અનેક બકાલીઓ વહેલી સવારથી જ શાકભાજી વેંચતા હોય છે. જેથી, હાલમાં ચાલી રહેલા લોકડાઉન દરમિયાન અહીં ગંદકી અને ભીડને કારણે કોરોના સંક્રમિત ન થાય તે માટે જિલ્લા કલેકટરની સુચનાને પગલે તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જો કે શાક માર્કેટ ચાલુ રખાય છે.તેમાં માત્ર અંતર જળવાને બેઠલા થડા વાળા બકાલીઓને જ શાકભાજી વેચવાની છુંટ અપાઈ છે અને તકેદારીના ભાગ રૂપે શાક માકેટ અંદર પાંચ જેટલા લોકોને વારાફરતી અંતર જાળવીને જવા દેવાય છે અને શાક માર્કેટ પણ બોપરના 1 વાગ્યા સુધી ચાલુ રખાઈ છે. દરમિયાન આજે મોરબી એ ડિવિઝન પીઆઇ ચૌધરી, ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટ સહિતના સ્ટાફે નહેરુગેટ ચોક અને શાક માર્કેટ પાછળ ઉભી લાઈનો કરી પાથરણા પાથરીને અનેક બકાલીઓ વહેલી સવારથી જ શાકભાજી વેંચતા તમામ બકાલીઓને પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ખસેડી દેવામાં આવ્યા છે. અહિયાં બકાલીઓને પણ છુટા છવાયા બેસાડ્યા છે તેમજ શાકભાજી લેવા આવતા લોકો વચ્ચે પણ સામાજિક અંતર રાખવાની વ્યવસ્થા કરાઈ છે. અહીંયા શાકભાજીનું વેચાણ વહેલી સવારથી 9 વાગ્યા સુધી થયું હતું. દરરોજ હવે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આ રીતે તકેદારીના પગલાં વચ્ચે વહેલી સવારથી 9 કે 10 વાગ્યા સુધી શાકભાજીની ખરીદી થઇ શકશે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/