પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં સવારે 6 થી 10 વાગ્યા સુધી અને શાક માર્કેટમાં શાક વેચવાની સમય સવારે 6 થી બપોરે 1 વાગ્યા સુધી નિર્ધારિત કરાયો : શાક માર્કેટનો એક જ ગેટ ચાલુ રાખી અને ખરીદી માટે આવતા લોકો વચ્ચે સામાજિક અંતર રાખવાની વ્યવસ્થા મોરબી : મોરબીમાં 21 દિવસના લોકડાઉન દરમિયાન લોકોની સલામતી માટે શાક માર્કેટમાં ભીડ અને ગંદકી ન થાય તે માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં શાક માર્કેટ પાછળ અને નહેરુગેટ ચોકમાં પાથરણા પાથરીને શાકભાજી વેંચતા તમામ બકાલીઓને કાલથી પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ખસેડી દેવામાં આવશે. તેમજ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં સવારે 6 થી 10 વાગ્યા સુધી અને શાક માર્કેટમાં શાક વેચવાની સમય સવારે 6 થી બપોરે 1 વાગ્યા સુધી નિર્ધારિત કરાયો છે. શાક માર્કેટનો એક જ ગેટ ચાલુ રાખી અને ખરીદી માટે આવતા લોકો વચ્ચે સામાજિક અંતર રાખવાની વ્યવસ્થા કરાઈ છે. મોરબી જિલ્લા કલેકટર જે.બી પટેલ સહિતના અધિકારીઓએ ગઈકાલે શાક માર્કેટની મુલાકત લઈને ગંદકી અને ભીડને કારણે લોકોની સલામતી જોખમમાં ન મુકાય તે માટે બકાલીઓને હાલ પૂરતા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં શિફ્ટ કરવાની પાલિકા તંત્રને સૂચના આપી હતી. આથી, પાલિકા પ્રમુખ કેતન વિલપરા અને ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટ તેમજ એ ડિવિઝન પી.આઈ ચૌધરી સહિતના સ્ટાફે આજે આ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં શાક માર્કેટ પાછળ બે મોટી લાઈનમાં અનેક બકાલીઓ પાથરણા પાથરીને બેસતા હોય છે. આ રીતે નહેરુ ગેટ ચોકમાં અનેક બકાલીઓ વહેલી સવારે આવીને પાથરણા પાથરીને શાકભાજી વેંચતા હોય છે જેથી ગંદકી પણ ફેલાતી હોય અને લોકોનજ ભારે ભીડ થતી હોવાથી સલામતીને ધ્યાને લઈને આ તમામ બકાલીઓને કાલથી પોલીસ પટેડ ગ્રાઉન્ડમાં શિફ્ટ કરી દેવાશે.ત્યાં પણ લોકોની સલામતી માટે તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. જેમાં પોલીસ, પાલિકા તંત્ર અને વેપારીઓ વચ્ચે ચર્ચા વિચારણાના અંતે લોકોની સલામતીના લીધે પોલીસ પરેડ ગ્રાંઉડમાં સવારે 6 થી 10 વાગ્યા સુધી અને શાક માર્કેટમાં ખરીદી માટે સવારે 6 થી બપોરે 1 વાગ્યા સુધી રહેશે તેવું નક્કી કરાયું છે. શાક માર્કેટમાં એક ગેટ સિવાય તમામ ગેટ બંધ કરી દેવમાં આવ્યા છે. શાક માર્કેટમાં નીચે બેસતા બકાલીઓને હટાવી દેવાયા છે.માત્ર છુટા છુટા થડા વાળા બકાલીઓને બેસવા દેવાયા છે. શાક માર્કેટમાં નગરપાલિકા બે કર્મચારીઓને મૂકી દેવામાં આવ્યા છે અને શાક માર્કેટમાં એકથી પાંચ વ્યક્તિઓ વારાફરતી શાકભજી લેવા જાય તેવી વ્યવસ્થા ગોઠવી છે. શાક માર્કેટમાં ભીડ ન થાય તે માટે અંદર પાંચ લોકોને જવા દેવાય છે.એ આવી ગયા બાદ બીજા પાંચ લોકોને શાકભાજી લેવા શાક માર્કેટની અંદર જવા દેવાય છે. આવી સુદ્રઢ વ્યવસ્થા ગોઠવી છે.અને પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પણ બકાલીઓ માટે નિધારીત જગ્યા અને છુટા છવાયા બેસવાનું નક્કી કરાયું છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/