મોરબી : વિશ્વભરમાં ફેલાઈ રહેલા કોરોના જેવા ભયંકર વાયરસના કારણે સરકાર તરફથી કરવામાં આવેલ હુકમ મુજબ ગુજરાત લોક ડાઉન હોવાથી તા. 8/4/2020 ના રોજ નીકળનાર સંત વેલનાથ બાપુની શોભાયાત્રા મોકુફ રાખવામા આવી છે. જેની તમામ સમાજના ભાઇ ઓ તથા બહેનોએ નોધ લેવા મોરબી જીલ્લા કોળી સમાજ વિદ્યાર્થી ભુવન, કોળી સમાજના સંગઠનો, મોરબી જીલ્લા પ્રશાસન તેમજ આગેવાનો સુરેશભાઈ શીરોહીયા, અખીલ ભારતીય કોળી સમાજ, મોરબી જીલ્લા પ્રમુખ અને દિલિપભાઈ અગેચાણીયા, મોરબી જીલ્લા વકીલ મંડળ પ્રમુખ નિલેષભાઈ દેગામા, રમેશભાઈ સારલા, અશોકભાઈ ભોજવીયા, જગદીશભાઈ બાભણીયા, અશોકભાઈ વરાણીયા, લખમણભાઇ વરાણીયા, રમેશભાઈ મજેઠીયા, મનસુખભાઈ મજેઠીયા, ઇશ્વરભાઇ છેલાણીયાએ યાદીમાં જણાવેલ છે.