મોરબી : મોરબીમાં હાલ કોરોના સામેના જંગ માટે 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે.ત્યારે લોકોની સુરક્ષા અને સલામતી પુરી પડતા સુરક્ષા કર્મીઓ અને સેવા કર્મીઓના વાહનો રિપેરીગ કરવા માટે મોરબીનું મોમાઈ મોર્ટસ ગેરજ આગળ આવ્યું છે. આ મોમાઈ મોર્ટસ ગેરજ દ્વારા જણાવ્યું છે કે મોમાઈ મોટર્સ દ્વારા કોરોના વાઇરસની મહામારીના લીધે 21 દિવસ લોકડાઉન દરમિયાન મોરબીમાં ફરજ બજાવતા ડોક્ટર, નર્સિંગ સ્ટાફ, પોલીસ કર્મીઓ, અધિકારીઓ, જીવન જરૂરી સેવા પૂરી પાડતી સંસ્થાઓ એમ્બ્યુલન્સ તથા અન્ય કોઈની આવશ્યક સેવામાં ઉપિયોગમાં લેવાતી કોઈ પણ ફોર વ્હીલ કાર બ્રેકડાઉન્ન થઈ જાય તો રીપેરીંગ કરવામાં માટે જરૂરી મદદ પૂરી પાડવામાં આવશે અને આ સેવા મોરબી સિટી પૂરતી જ દિવસ દરમ્યાન પૂરી પાડવામાં આવશે. આ માટે મોમાઈ મોટર્સ હરદેવસિંહ જાડેજા (શક્ત શનાળા મોરબી) મો-9998540444 ઉપર સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.