કલેકટરે તાકીદે સીરામીક એસો.ના ચારેય પ્રમુખોને બોલાવી મજૂરોને ઘરની બહાર ન જાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવાની કડક સૂચના આપી મોરબી : મોરબીમાં હાલ લોકડાઉનને લઈને ઉધોગો બંધ હોવાથી સીરામીક સહિતના ઉધોગોમાં કામ કરતા બહાર રાજ્યોના મજૂરો ડરને કારણે પગપાળા પોતાના વતન તરફ ચાલીને નીકળ્યા હોવાનું તંત્રને ધ્યાનમાં આવ્યું હતું. આથી, જિલ્લા કલેકટરે સીરામીક એસો સહિતના ઉદ્યોગ આગેવાનોને બોલાવીને હાલની ગંભીર પરિસ્થિતિમાં સીરામીક સહિતનાના મજૂરો ઘરની બહાર ન નીકળે તે માટે તેમને ત્યાં જ જરૂરી તમામ વ્યવસ્થા કરવાની કડક સૂચના આપી છે. સાથેસાથે મજૂરોને પણ ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે. મોરબીના સીરામીક ઉધોગમાં બહાર રાજ્યોના અનેક પરપ્રાંતીય મજૂરો મજૂરી કામ કરીને જે તે સીરામીક કંપનીના લેબર ક્વાર્ટરમાં રહે છે. પણ હાલ કોરોનાની લઈને લોકડાઉનને કારણે ઉધોગ બંધ છે. તેથી ઉધોગમાં કામ કરતા બહાર રાજ્યોના અનેક પરપ્રાંતીય મજૂરો પોતાના વતન જવા નીકળ્યા હતા અને વાહન ન મળતા અનેક મજૂરો પોતાના વતનમાં જવા પગપાળા નીકળતા પોલીસે આ તમામને અટકાવીને જિલ્લા વહીવટી તંત્રનું ધ્યાન દોર્યું હતું. આથી, જિલ્લા કલેકટર હરકતમાં આવીને સીરામીક એસો. અને અન્ય ઉદ્યોગના પ્રમુખોને બોલાવ્યા હતા અને આ પ્રમુખોને કડક સૂચના આપી હતી કે હાલમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈને મજૂરો તેમની ફેકટરીના લેબર ક્વાર્ટરમાંથી બહાર ન નીકળે તે માટે જરૂરી તમામ વ્યવસ્થા કરો અને મજૂરો બહાર ન નીકળે તવો સુચારુ પ્રબંધ કરવાની સૂચના આપી હતી અને મજૂરોને પણ તાકીદ કરી હતી કે આ રીતે ઘરની બહાર નીકળશો તો હેરાન થશો અને જે જગ્યાએ કંપનીમાં રહેતા હો તો જ ઘરમાં રહો તેમજ જે તે સીરામીક કંપનીઓના માલિકોને પણ તેમના મજૂરો ઘરની બહાર ન નીકળે એ માટે તમામ વ્યવસ્થા કરવાની અપીલ કરી છે. અને તેમ છતાં જો કોઈ મજૂરો ચાલીને બહાર જતા નજરે પડશે તો તેમની અને તેમના માલિકો સામે કડક કાર્યવાહી કરવાની પણ ચીમકી આપી છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/