પોલીસે ઠેરઠેર સઘન ચેકિંગ કેરીને લોકડાઉનનું કડકપણે પાલન કરાવ્યું : જરૂરી કામે નીકળેલા લોકોને જ જવા દેવાયા મોરબી : મોરબી શહેરમાં આમ તો લોકડાઉનનું ચુસ્તપણે પાલન થઈ રહ્યું છે. પણ એક સ્થળે સામાજિક અંતરનો અભાવ જોવા મળ્યો હતો. જેમાં મોરબીના નવા ડેલા રોડ ઉપર જીવનજરૂરી ચીજવસ્તુઓની દુકાનોમાં દૂર ઉભા રહેવાને બદલે લોકો એકબીજાની નજીક જ ઉભા રહેતા આ એક જગ્યાએ સામાજિક અંતરના પાલનનો અભાવ જોવા મળ્યો હતો. મોરબીમાં આજે લોકડાઉનના બીજા દિવસે જીવનજરૂરી ચીજવસ્તુઓની દુકાનો સિવાય તમામ જડબેસલાક બંધ રહ્યું હતું અને મોરબી એકંદરે પરમ શાંતિ જોવા મળી હતી. પણ એક સ્થળે સામાજિક અંતરનું પાલન ન થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં કોરોના સંક્રીમત ન થાય તે માટે જીવનજરૂરી ચીજવસ્તુઓ લેવા દુકાને આવતા લોકો વચ્ચે સામાજિક અંતર રાખવાનો સરકારનો નિયમ છે. જેમાં લોકોએ એકબીજાથી એક મીટર દૂર ઉભું રહેવાનું હોય છે. પરંતુ નવડેલા રોડ ઉપર જીવનજરૂરી ચીજવસ્તુઓની આવેલી દુકાનોમાં લોકો એકબીજાથી અંતર રાખીને ઉભા રહેવાને બદલે પરસ્પર નજીક ઉભેલા જોવા મળ્યા હતા. આ રીતે અહીં એક જ જગ્યાએ સામાજિક અંતર જળવાયું ન હતું. જોકે પોલીસ લોકડાઉનનું પાલન કરવા માટે સઘન ચેકિંગ ચાલુ રાખ્યું હતું. જેમાં મોરબીના નહેરુ ગેટ સહિતની બજારો, ભક્તિનગર સર્કલ, રવાપર ચોકડી, સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ ,ત્રાજપર ચોકડી સહિતના શહેરના તમામ મુખ્યમાર્ગો પર ચેકિંગ કરીને લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવ્યું હતું અને જરૂરી કામે નીકળેલા લોકોને જવા દેવાયા હતા તેમજ બિનજરૂરી કામે નીકળેલા લોકોને અટકાવીને લોકડાઉનના પાલન માટે સઘન કાર્યવાહી ચાલુ રાખતા મોરબી એકંદરે શાંતિનો મહાલો જોવા મળ્યો હતો. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/