હજુ પણ લોકડાઉન દરમિયાન તમામ ગરીબ વિસ્તારોમાં રાશનકીટનું વિતરણ કરવાના સેવાયજ્ઞને ચાલુ રાખવાનો પોલીસનો દ્રઢ સંકલ્પ હળવદ : કોરોના સંકટ વચ્ચે આગામી ૧૫ એપ્રિલ સુધી દેશભરને લોક ડાઉન જાહેર કર્યો છે ત્યારે ખાસ કરીને રોજનું લાવી રોજ ખાતા ગરીબ પરિવારોની સ્થિતિ દયનીય બની છે ત્યારે આવા તમામ પરિવારો ભુખ્યા ના સુઈ રહે એ હેતુ સાથે હળવદ પોલીસ દ્વારા ગરીબ પરિવારોને રાસન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે પ્રાંત અધિકારી, હળવદ પી.આઈ તેમજ મોરબી જિલ્લા સરકારી વકીલ સહિત પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. કોરોનાની મહામારીને લઈ ભારત સરકાર દ્વારા અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ મહામારીને અટકાવવા આગામી ૧૫ એપ્રિલ સુધી દેશ ને લોક ડાઉન જાહેર કરાયો છે ત્યારે ખાસ કરીને ગરીબ લોકો ભૂખ્યા ન રહે તેવા હેતુ સાથે હળવદ પોલીસ દ્વારા ગરીબ લોકોને ઘરે-ઘરે જઈ રાસન કીટનું વિતરણ કરી માનવતા ધર્મ દીપાવ્યો છે. આ તકે પ્રાંત અધિકારી ગંગા સીંઘ, પી.આઈ સંદિપ ખાંભલા, મોરબી જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાની તેમજ પોલીસ સ્ટાફના યોગેશ દાન ગઢવી, દેવુભા જાલા, કિરીટભાઈ જાદવ, મુમાભાઇ રબારી,ભાવેશભાઈ આહીર સહિતનાઓ આ સેવાકીય કાર્યોમાં જોડાયા હતા.