મોરબી : મોરબીના સેવાભાવી વૈદ્ય કિશોરભાઈ વાણંદ (મો. 96240 12474) દ્વારા તેમના માતુશ્રી સ્વ. જયાબેન મુળજીભાઈ દસાડિયાના સ્મરણાર્થે કોરોના વાયરસને ફેલાતો અટકાવવા તથા શરદી-ઉધરસનો ઈલાજ કરવા 20 દિવસ સુધી વિનામૂલ્યે દિવ્ય વનસ્પતિનું વિતરણ કરવામાં આવશે. આ વિતરણ સવારે 8 થી 10 કલાકે ચકીયા હનુમાનજીના મંદિરની સામે, વિજય હેર ડ્રેસર, વસંત પ્લોટ ખાતે કરવામાં આવશે. જેનો જાહેર જનતાએ લાભ લેવા જણાવેલ છે.