મોરબી : કોરોના વાયરસ મહામારીને અટકાવવામાં મદદરુપ થવા માટે મોરબી જિલ્લાના પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તમામ શિક્ષકો તથા આચાર્યસંઘ, વહીવટીસંઘ અને તમામ કર્મચારીઓનો એક દિવસનો પગાર મુખ્યમંત્રીના રાહત ફંડમાં જમા કરાવશે. હાલ સમગ્ર વિશ્વ સાથે સમગ્ર ભારત દેશ અને ગુજરાત રાજ્ય કોરોના મહામારીનો પુરી મકમતાથી સામનો કરી રહ્યું છે ત્યારે ગુજરાત સરકારને આ કાર્યમાં બળ મળે એવા હેતુસર મોરબી જિલ્લાના તમામ પ્રાથમિક શિક્ષકો, માધ્યમિક શિક્ષકો, આચાર્યસંઘ, ઉચ્ચતર માધ્યમિક સંઘ અને વહીવટી સંઘનો માર્ચ પેઈડ ઈન એપ્રિલના પગારમાંથી એક દિવસનો પગાર મુખ્યમંત્રીના રાહત ફંડમાં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઘનશ્યામભાઈ દેથરીયા પ્રમુખ જી.પ્રા.શિ.સંઘ મોરબી, દિનેશભાઈ હુંબલ મહામંત્રી જી.પ્રા.શિ.સંઘ મોરબી, સંદીપભાઈ અદ્રોજા પ્રમુખ ગ્રામ્ય પ્રા.શિ.સંઘ મોરબી, અશ્વિનભાઈ દલસાણિયા મહામંત્રી ગ્રામ્ય પ્રા.શિ.સંઘ મોરબી, ધીરજલાલ જાકાસણીયા પ્રમુખ શહેર પ્રા.શિ.સંઘ મોરબી, રોહિતભાઈ આદ્રોજા મહામંત્રી શહેર પ્રા.શિ.સંઘ મોરબી, પ્રવીણભાઈ ધોળું પ્રમુખ તા.પ્રા.શિ.સંઘ હળવદ, ચતુરભાઈ પાટડીયા મહામંત્રી તા.પ્રા.શિ.સંઘ હળવદ, છાયાબેન માક્સણા પ્રમુખ તા.પ્રા.શિ.સંઘ ટંકારા, વિરમભાઈ દેસાઈ મહામંત્રી તા.પ્રા.શિ.સંઘ ટંકારા, મહંમદ હનીફભાઈ સિપાહી પ્રમુખ તા.પ્રા.શિ.સંઘ વાંકાનેર, ડી.કે.વાઘેલા, મહામંત્રી તા.પ્રા.શિ.સંઘ વાંકાનેર, દિનેશભાઈ હુંબલ પ્રમુખ તા.પ્રા.શિ. સંઘ માળિયા, હસમુખભાઈ વરસડા, મહામંત્રી તા.પ્રા.શિ.સંઘ માળિયાની એક યાદીમાં જણાવાયું છે. સાથોસાથ કોરોના મહામારીના સંદર્ભે મોરબી જિલ્લાના આચાર્યસંઘ, માધ્યમિક સંઘ, ઉ.મા.સંઘ અને વહિવટી સંઘ સુધીના સંવર્ગના તમામ કર્મચારીઓનો માર્ચ 2020નો એક દિવસનો પગાર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના રાહત ફંડમાં જમા કરવામાં આવનાર છે. મોરબી - જિલ્લાનું શૈક્ષણિક જગત રાજયમાં અત્યાર સુધીમાં આવી પડેલ તમામ આપત્તિ સમયે મદદરૂપ થવામાં અગ્રેસર રહયું છે. હાલમાં પણ કોરોના જેવી જીવલેણ મહામારીમાં તમામ સંઘો અને કર્મચારીઓએ રાજયના એક સાચા નાગરિક અને એક સાચા શિક્ષણદાતા તરીકે સરકારની પડખે રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે કોરોના જેવી મહામારીનો સામનો કરવામાં ઘણા પાસાઓ મહત્વનો ભાગ ભજવે છે. જે પૈકી આર્થિક પાસું ખૂબ જ અગત્ય ધરવે છે. મોરબી -જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના અને વિવિધ ઘટક સંઘોના પ્રમુખ અને મહામંત્રીઓએ જણાવ્યું હતું કે, અમારા સંઘ સાથે જોડાયેલ તમામ શાળાઓના આચાર્ય મિત્રો, શિક્ષક મિત્રો, વહીવટી કર્મચારીઓ, સેવકભાઈઓ સહિતના તમામ કર્મચારીઓ માર્ચ 2020નો એક દિવસનો પગાર આર્થિક યોગદાન રૂપે મુખ્યમંત્રીના રાહતફંડમાં જમા કરાવવા સંમતિ આપીએ છીએ. લાલજીભાઈ કગથરા (પ્રમુખ), સુરેશભાઈ સરસાવાડિયા (મહામંત્રી) મોરબી જિલ્લા આચાર્ય સંઘ, ભગવાનજીભાઈ કુંભરવાડિયા (પ્રમુખ), વિશાલભાઈ ગોધાણી (મહામંત્રી) મોરબી જિલ્લા ઉચ્ચ, માધ્યમિક શિક્ષક સંઘ, અશોકભાઈ કામરીયા (પ્રમુખ), મુસ્તાકભાઈ ભોરિયા (મહામંત્રી) મોરબી જિલ્લા માધ્ય. શિક્ષક સંઘ, ભીખાલાલ ગામી (પ્રમુખ), રાઘવ સંઘાણી (મહામંત્રી) મોરબી વહીવટી સંઘની એક અખબારી યાદીમાં તેમજ મુખ્યમંત્રી કાર્યાલય ખાતે લખેલા પત્રમાં આ મુજબની જાહેરાત કરી હતી.