મોરબી : હવામાન વિભાગની વરસાદ પડવાની આગાહીને પગલે વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. મોરબીમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલ્ટો આવતા વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. જેમાં મોરબીમાં આજે સવારથી એકદમ ઠંડો પવન ફૂંકાય રહ્યો છે અને આકાશમાં વાદળોની ભારે જમાવટ થતા વાદળચાયું વાતાવરણ સર્જાયું છે. એકદમ વરસાદી માહોલ સર્જાયો હોય તે રીતે વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું છે. લોકડાઉન વચ્ચે આવું ધાબળછાયું વાતાવરણ સર્જાતા ખેડૂતો ચિંતાતુર થઈ ગયા છે.