મોરબી : મોરબીના ચકિયા હનુમાન મિત્રમંડળ દ્વારા 21 દિવસના લોકડાઉન દરમિયાન જરૂરિયાતમંદોને સરકારના સૂચનોને અનુસરીને ભોજનની વ્યવસ્થા કરી આપવામાં આવશે. આ સેવા ફક્ત મોરબી શહેર માટે ઉપલબ્ધ છે. જરૂરિયાતમંદો એ મો. 98795 22499 તથા મો. 99139 52868 પર સંપર્ક કરવાનો રહેશે. આ કાર્યમાં કુશલભાઈ ભલ્લા, ભાવેશભાઇ ડાંગર, કીરીટભાઈ જોષી, ચિરાગભાઈ ઓઝા તથા વસંત પ્લોટ યુવા મીત્ર મંડળ સહયોગ આપશે.