મોરબી : હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેને ફેલાતો અટકાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસ સુધી લોકડાઉનની અમલવારી કરવા જણાવ્યું છે. જ્યારે મોરબી તાલુકાના બહાદુરગઢની ગ્રામ પંચાયત દ્વારા કોરોનાથી રક્ષણ મેળવવા માટે સૂચનો જાહેર કરવામાં આવ્યા છે. ગામની કોઈપણ દુકાને ઠંડા પીણા તથા આઇસક્રીમનું વેચાણ કરવું નહીં ગ્રામજનોએ જાહેર સ્થળો પર થૂંકવું નહીં કચરો જ્યાં-ત્યાં નાખો નહીં તથા તેનો યોગ્ય નિકાલ કરવો સરકાર દ્વારા અપાતી સુચનાઓનો અમલ કરવો એ તરફ ધ્યાન આપવું નહીં તથા ખોટી અફવાઓ ફેલાવવી નહીં કોઈપણ જાતની શારીરિક તકલીફ હોય તો નજીકના દવાખાને સારવાર લેવી કોઈપણ વ્યક્તિ બહારના રાજ્યમાંથી આવેલ જણાય તો ધ્યાન દોરવું સમગ્ર ગુજરાતમાં કલમ 144 લાગુ હોવાથી ચાર કે તેથી વધુ વ્યક્તિઓ એ કોઈપણ જગ્યાએ ભેગું થવું નહીં