જિલ્લા કલેકટરની સૂચના પગલે સલામતીના ભાગરૂપે લેવાયેલો નિર્ણય મોરબી : મોરબી પાલિકા તંત્ર દ્વારા હાલની શાક માર્કેટને કાલથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શિફ્ટ કરી દેવામાં આવશે.જેમાં આજે જિલ્લા કલેકટરે શાક માર્કેટની મુલાકાત લઈને સલામતીના ભાગ રૂપે શાક માર્કેટને 14 દિવસ માટે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ખસેડી દેવાની સૂચના આપતા તંત્ર હરકતમાં આવ્યું છે. મોરબી જિલ્લા કલેકટર જે.બી.પટેલે શહેરભરની મુલાકત લઈને શાક માર્કેટમાં લોકોની સલામતી જળવાઈ રહે તે માટે પાલિકા તંત્રને લોકડાઉન દરમિયાન 14 દિવસ માટે હાલની શાક માર્કેટને પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં સલામતી વળી જગ્યાએ શિફ્ટ કરવાની સૂચના આપી છે.આ શાક માર્કેટમાં જ્યાં ત્યાં કચરો પડ્યો હોય અને વધુ લોકો ઊમટતા હોવાથી લોકોની સલામતી જોખમમાં મુકાય તેવી ભીતિ હોવાથી તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો હતો.કલેકટરની સુચનાને પગલે પાલિકા તંત્ર દ્વારા આવતીકાલથી હાલની શાક માર્કેટને 14 દિવસ માટે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ખસેડી દેવાશે તેમ પાલિકા પ્રમુખ કેતન વિલપરા અને ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટે જણાવ્યું હતું જ્યાં પણ સ્વચ્છતા અને લોકોની વધુ ભીડ ન થાય તે માટે તકેદારીના પગલાં લેવામાં આવશે.