વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ ગ્રેનોલેન્ડ ટાઇલ્સ પ્રાઇવેટ લીમીટેડના ગ્રેનોલેન્ડ કવાટર્સ નં. ૫૦માં રહેતા મમતાબાઇ વા./ઓ. અમલસિંહ માંગેલા ( ઉ.વ. ૩૯, ગામ મંગીયા પો.સ્ટ. ઓફીસ સરાલી તા. પંચોલ જી. રાજગઢ એમ.પી.)એ ગઈકાલે તા. 24ના રોજ આશરે દસ વાગ્યાની આજુબાજુમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. મમતાબેનએ કમાડ ન ખોલતા તેમના મોટા પુત્રએ તેના પિતાને જાણ કરી હતી. બાદમાં ગ્રેનોલેન્ડ ટાઇલ્સ ઓફીસમાં જાણ કરતા કંપનીના પાર્ટનર અશોકભાઇ જકાસણીયાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં બનાવની નોંધ કરાવી હતી.