અજાણ્યા શખ્સોએ ચોરીના ઇરાદે એટીએમમાં તોડફોડ કરી આશરે રૂ.1.50 લાખનું નુકશાન કર્યાની ફરિયાદ નોંધાઇ મોરબી : મોરબીમાં લોકડાઉન દરમિયાન લાલપર ગામ પાસે આવેલા એસબીઆઈ શાખાના એટીએમમાં તોડફોડ કરીને ચોરીના પ્રયાસ કરાયો હોવાનો બનાવ પ્રકાશમાં આવતા ભારે ચકચાર મચી ગઇ છે. જેમાં અજાણ્યા શખ્સોએ ચોરીના ઇરાદે એટીએમમાં તોડફોડ કરી આશરે રૂ.1.50 લાખનું નુકશાન કર્યાની એસબીઆઈ બેકના મેનેજરે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીમાં કોરોનાને લઈને લોકડાઉનનો માહોલ છે. ત્યારે લોકડાઉન વચ્ચે પણ અજાણ્યા શખ્સોએ ચોરીની મેલી મુરાદને અંજામ આપવા મેદાને પડ્યા હોય તેમ એક એટીએમમાં ચોરીનો પ્રયાસ થયો હોવાનો બનાવ બહાર આવ્યો છે. જેમાં મોરબી એસબીઆઈ બેક શાખાના મેનેજર રાજેશકુમાર ચૌધરીએ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.23 ના રોજ રાત્રીના સમયે મોરબીના લાલપર ગામ નજીક આવેલ એસબીઆઈ બેક શાખાના એટીએમમાં અજાણ્યા શખ્સો ત્રાટકયા હતા અને ચોરીના ઇરાદે ત્રાટકેલા અજાણ્યા શખ્સોએ એસબીઆઈ બેક શાખાના એટીએમ મશીનમાં ચોરી કરવા માટે ભારે તોડફોડ કરી હતી. પણ સદનસીબે એટીએમ મશીન ન તૂટ્તા આ ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો અને અજાણ્યા શખ્સોએ એટીએમ મશીનમાં તોડફોડ કરીને આશરે રૂ.1.50 લાખનું નુકશાન કર્યું હોવાનું બેક મેનેજરે ફરિયાદમાં જણાવ્યું હતું. મોરબી તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને અજાણ્યા શખ્સોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/