મોરબી : મોરબી-માળીયા (મી.)ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જિલ્લા કલેક્ટર સાથે વાત કરીને કોરોનાના કહેર સામે લોકોને સુરક્ષિત કરવા માટે રૂ. 15 લાખની ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટ તાત્કાલિક ફાળવી આપી છે. આમ, ધારાસભ્ય બ્રિજેશ મેરજા મોરબી-માળીયા (મી) વિસ્તારની પ્રજાને કોરોના સામે વધુ સુરક્ષિત બનવા સતત ચિંતા સેવી રહ્યા છે. તેમજ ચૈત્રી નવરાત્રીના પોતે ઉપવાસ / અનુષ્ઠાન કરીને પણ લોકોને કોરોના સામે સુરક્ષા મળે તેવી ઉપાસના કરીને મીડિયાકર્મીઓ તેમજ સરકારી કર્મીઓ જે રીતે લોકોને ઉપયોગી થઈ રહ્યા છે તેમની સુરક્ષા જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. તદુપરાંત મોરબીની અનેક સામાજિક સંસ્થાઓ પછાત વર્ગના પરિવારનું ગુજરાન ચલાવવા ગરીબ લોકોને આર્થિક સહયોગ આપે તેવી પણ અપીલ કરી છે. જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહીને દાનવીરો જરૂરિયાતમંદ લોકોને આર્થિક યોગદાન તેમજ જરૂરી ચીજ વસ્તુઓ પહોંચાડી માનવ ધર્મ નિભાવે તેવી હૃદયસ્પર્શી અપીલ કરી છે. સાથોસાથ લોકો પણ કોરોનાના આ આપતિકાળ દરમિયાન વહીવટી તંત્રને સહકાર આપે તેમજ સ્વયંભૂ લોક ડાઉન પ્રક્રિયાને જડબેસલાક અમલી બનાવે તેવી પણ લોકોને ભારપૂર્વક ધારાસભ્યએ વિનંતી કરી છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/