કલેક્ટરનું સૂચનાનો તાત્કાલીક અમલ : પાલિકા તંત્ર દ્વારા શાક માર્કેટ સામે કચરો ઉપડવાની કામગીરી હાથ ધરાઈ : 14 દિવસ સુધી પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં શાક માર્કેટને શિફ્ટ કરી દેવાશે મોરબી : મોરબીમાં લોકડાઉન કેવી પરિસ્થિતિ છે તે અંગેનું જાત નિરીક્ષણ કરવા જિલ્લા કલેકટર, અધિક કલેકટર અને એસપીએ શહેરભરમાં ફરીને સઘન ચેકિંગ કર્યું હતું. તે દરમિયાન શાક માર્કેટમાં ભીડ ન થાય અને હંગામી ધોરણે શાક માર્કેટને પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં શિફ્ટ કરવાની ચર્ચા વિચારણા કરીને શાક માર્કેટ સામે કચરો નાખતા જવાબદારો સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધવાની સૂચના આપી હતી. જેના પગલે પાલિકા તંત્ર હરકતમાં આવીને ત્યાં કચરો ઉપડવાનો કામગીરી હાથ ધરી છે. મોરબી જિલ્લા કલેકટર જે.બી.પટેલ, અધિક કલેકટર કેતન જોશી તથા એસપી કરનરાજ વાઘેલા સહિતના અધિકારીઓએ લોકડાઉનની સ્થિતિનો તાગ મેળવવા શહેરભરની મુલાકાત કરી હતી. શહેરમાં લોકડાઉનને લઈને કેવો માહોલ છે અને ચુસ્ત બંદોબસ્ત સહિતના વિશે શહેરભરમાં ફરીને માહિતી મેળવી હતી. તેમજ નગરપાલિકા કચેરી ખાતે પહોંચીને પાલિકા પ્રમુખ કેતન વિલપરા અને ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટ સાથે ચર્ચા વિચારણા કરીને લોકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટેની સૂચના આપી હતી. ઉપરાંત શાક માર્કેટમાં ભીડ ન ઉમટે તે અંગે પણ સૂચના આપવામાં આવી હતી અને શાક માર્કેટને 14 દિવસ માટે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ખસેડવાની પણ સૂચના અપાઈ છે. શાક માર્કેટ સામે કેટલાક લોકો કચરો ફેકીને ગંદકી ફેલાવતા હોવાથી પાલિકા તંત્રને આવા લોકો સામે જાહેરનામા ભંગ ગુનો નોંધી સખત કર્યાવહી કરવાની જિલ્લા કલેકટરે સૂચના આપી હતી. જિલ્લા કલેકટરની સુચનનું મોરબી પાલિકા તંત્રએ તાત્કાલિક પાલન કર્યું છે અને ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખ દ્વારા શાક માર્કેટ સામે પડેલો કચરો તેમજ શાક માર્કેટની પાછળનો કચરો ઉપડાવવાની કામગીરી હાથ ધરી છે તેમજ પાલિકા તંત્ર અને એ ડિવિઝન પી.આઈ ચૌધરી સહિતના સ્ટાફે શાક માર્કેટમાં વધારાની લારીઓને ઉપડવાની સૂચના આપી છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/