મોરબી : હાલમાં કોરોના વાયરસે દેશભરમાં ભરડો લીધો છે. કોરોનાનો ચેપ ના લાગે તે માટે સાવચેતી રાખવી જરૂરી છે. ત્યારે મોરબીના વાઘપર ગામમાં સરપંચ કેશુભાઈ તથા અજયભાઇ લોરિયા સહિતના સેવાભાવી યુવકો દ્વારા સમગ્ર ગામમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. જેના દ્વારા તકેદારીના પગલાંરૂપે ગામને જંતુમુક્ત કરવામાં આવ્યું હતું.