મોરબી : આજે તા. 25ના રોજ મોરબીમાં મયુરભાઈ લક્ષ્મણભાઇ ઠોરીયા (ઉ.વ. 24) એ પોતાના ઘર પાસે દરબારગઢ ખાતે સંઘવી શેરીમાં નાસ્તાની લારી રાખી વેપાર કરી રહ્યા હતા. આથી, તેઓએ જિલ્લા કલેક્ટર દ્વારા કોરોના વાયરસ સંદર્ભે બહાર પાડવામાં આવેલ જાહેરનામાનો ભંગ કયો હતો. જે બદલ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેઓના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલ છે.