મોરબી : મોરબીના વિરપરડા ગામે થોડા દિવસો અગાઉ કામ કરતી વખતે શોર્ટ સર્કિટ થતા બે શ્રમિકો દાઝી ગયા નાદ અગાઉ એક શ્રમિકનું મોત થયું હતું. ત્યારે દાઝી જનાર બીજા શ્રમિકનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના વિરપરડા ગામે આવેલ ઇટલવા વુડમાં કામ કરતા બે મજૂરો દીપકુમાર પ્રહલાદ કુશવાહ અને ઇન્દ્રજીત પ્રહલાદ કુશવાહ ગત તા.17 ના રોજ આ ફેક્ટરીમાં કામ કરતી વખતે દાઝી જતા બન્નેને સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન દીપકુમાર કુશવાહનું મોત નીપજ્યું હતું. જ્યારે બીજા શ્રમિક ઇન્દ્રજીત કુશવાહનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તાલુકા પોલીસે આ બનાવ સંદર્ભે કહ્યું હતું કે આ ફેક્ટરીમાં મશીનમાં કામ કરતી વખતે શોર્ટ સર્કિટથી આગ લાગતા બન્ને શ્રમિકો દાઝી ગયા હતા અને બન્ને શ્રમિકોના સારવાર દરમિયાન વારાફરતી મોત નિપજ્યા હતા. તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.