વાંકાનેર : સમગ્ર વિશ્વને હચમચાવનાર કોરોના વાયરસના પ્રકોપથી બચવા સરકારે સાવચેતીના પગલાં તત્કાલ લીધા અને 31 માર્ચ સુધી લોક ડાઉનનો આદેશ આપ્યો છે. ટ્રેન એસટી બસ સહિત પ્રાઇવેટ ટેક્સી અને રિક્ષાઓમાં પણ પ્રતિબંધ જાહેર કરેલ છે. જેથી, કોઇ અન્ય જિલ્લામાં કે અન્ય કોઇ રાજ્યમાં લોકો અવરજવર ના કરે અને સાવચેતી રહે તેવા હેતુસર તમામ પ્રકારના પ્રયાસો હાથ ધર્યા છે ત્યારે મોરબી જીલ્લાના વાંકાનેરમાં લોકડાઉનનો સાચો ચરિતાર્થ નિષ્ફળ નિવડયો હોય તેમ લાગી રહ્યું છે. વાંકાનેર બજારોમાં અને માર્કેટમાં લોકો જરૂરિયાત કરતાં વધુ પ્રમાણમાં બહાર નીકળી લોક ડાઉનનો મજાક ઉડાવી રહ્યા છે. કાંઈ કામ ધંધા વગર લોકો બજારના ચોકમાં ચાર કરતાં વધુ સંખ્યામાં બેઠેલા જોવા મળી રહ્યા છે. વાહનો તેમજ રીક્ષા મોટરસાયકલની આવક જાવક સ્પષ્ટપણે નજર આવી રહી છે. લાગી રહ્યું છે કે વાંકાનેર માટે વહીવટીતંત્રએ કડક હાથે કામ લેવું પડશે નહીંતર લોક ડાઉનનો હિતાર્થ પરીપુણ થશે નહીં. મોરબી અપડેટ વાંકાનેરની જનતાને અપીલ કરે છે કે પ્રજા ટોળા વાળવાનું બંધ કરે અને પોતાનું અને અન્યના આરોગ્યનું જતન રાખે કોરોના જેવા વાયરસથી બચવા માટે લોક ડાઉનમાં સહભાગી બની પોતાના ઘરે જ સમય પસાર કરે તે આજના સમયની માંગણી છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/