ટંકારા : કોરોનાની મહામારીથી બચવા ટંકારામા સમજુ લોકો સરકારના દરેક આદેશનુ પાલન કરે છે. પરંતુ સમાજમા સંકટ પરિસ્થિતીમા ગંભીર બનવાને બદલે પોતાની હોશિયારી પ્રદશિઁત કરનારાઓ તેમજ આમતેમ કોઈ કામ વગર ભાટકનારાઓને અટકાવવા માટે શહેરના ઘણા મહોલ્લાઓના રહીશોઍ સલામતી માટે જાતે મહોલા સીલ કયાઁ હતા.ટંકારાના અમુક મહોલ્લાના જાગૃત પરીવારો હાલની કોરોનાની ઉભી થયેલ દહેશતથી ગંભીર થઈ સરકારના દરેક આદેશનુ ચુસ્ત પાલન કરવામા માને છે. પરંતુ સામે સમાજમા મહામારીથી વ્યાપેલ સંકટને પણ અલ્લડવૃતિથી હળવાશમા લેનાર વગઁ પણ હોય આવા હોશિયારી પ઼દશિઁત કરનારાઓ લોકડાઉનમા ઘરે રહેવાને બદલે માત્ર ભાટકવા શહેરમા લટારો મારતા હોય ઍનાથી બચવા શહેરના અમુક મહોલ્લાવાસીઓએ સમજદારી વાપરી પોતાના મહોલ્લાને સુરક્ષિત કરવા સજાગ બની જાતે આડશો ઉભી કરી રખડતાઓને આવતા અટકાવવા સરાહનિય પ઼યાસ કયૉઁ હતો. જો કે હાલ તો આરોગ્યની તકેદારી માટે કરાયેલ રોડ બંધી સમજી શકાય છે. પરંતુ કોરોનાની આડમા ઉભી કરાયેલી આડસની પછવાડે જાહેર માગઁ પર મહોલ્લાની માલિકી કાયમી ઘર ન કરી જાય તે માટે ગ઼ામપંચાયત સચેત રહે ઍ પણ ઍટલુ જ જરૂરી છે.