મોરબી : આખા વિશ્વમાં કોરોના જેવી મહામારી ફેલાયેલી છે ત્યારે રોગથી બચવાના સાવચેતીના પગલાં લેવા એ સરકાર અને આરોગ્ય વિભાગની સાથે દરેક નાગરિકની ફરજ છે. એ ફરજના ભાગરૂપે મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામમાં ગામના યુવાનો દ્વારા ચાલતી નાગડાવાસ સેવા સમિતિ દ્વારા આખા ગામમાં, દરેક શેરી ગલીઓમાં અને ગામની આજુબાજુ પણ કોરોના અને અન્ય કોઈપણ રોગ ના ફેલાય તેની તકેદારીરૂપે દવાનો છટકાવ કરવામાં આવ્યો હતું અને આખા ગામને સેનેટાઇઝ કરવામાં આવ્યું હતું. સમિતિની આ કામગીરીને ગ્રામજનોએ બિરદાવી હતી.