ટંકારા : વૈશ્વિક મંદી કોરોનાને કારણે બહાર પાડેલ જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા ભંગના ગુના હેઠળ મહિલા ફોજદાર એલ. બી. બગડા દ્વારા ટંકારા તાલુકાના દસ દુકાનદાર વેપારી વિરોધ કાયદેસરના પગલા લેવામાં આવ્યા છે. જેમા ગણેશ ઉકાભાઈ લોરીયા નેકનામ, મનોજ સવજીભાઈ રાજપરા ધુવનગર , નરેશ કાનજીભાઈ ભેસદડીયા ટંકારા, સંદિપ મનસુખભાઈ મસોત લજાઇ, મહેશ ગોરઘન ભાઇ વિઠલાણી લજાઇ, હરેશ જયંતીલાલ મસોત લજાઇ, નિલેશ વસરામ ભાઇ ડાભી લજાઇ, મનોજ કાનજીભાઈ મસોત લજાઇ, કાંતીલાલ રમેશભાઈ રૈયાણી લજાઇ, ધર્મેન્દ્ર મણીલાલ કકંકડ ટંકારા સામે ગુન્હો નોંઘી કલમ ૧૮૮ મુજબ અટક કરાયેલ અને કાનુની કાર્યવાહી કરાયેલ છે.