નવલખી રોડ વિસ્તારમાં ગટરના દૂષિત પાણી, પીવાની લાઈનમાં ભળતા ગંભીર રોગચાળાનો ભય મોરબી : ભારતમાં કોરોના વાઇરસને લઈને 15 કરતા વધુ રાજ્યો લોકડાઉન છે. ત્રણ રાજ્યોમાં કરફ્યુ છે. મોરબી જિલ્લો પણ લોક ડાઉન જાહેર કરાયો છે. લોકોને વારંવાર હાથ ધોવા અને સ્વચ્છતા જાળવવાની અપીલો કરાઈ રહી છે. ત્યારે ઘરમાં જ રહેલા લોકોને સ્વચ્છ રહેવા માટે કમસેકમ સ્વચ્છ પાણીની પ્રાથમિક જરૂરિયાત હોય એ સ્વાભાવિક છે. આવા કટોકટીના સમયે મોરબીના નવલખી રોડ સ્થિત લાયન્સનગરમાં અને આજુબાજુના વિસ્તારોમાં કોઈ જગ્યાએ ભંગાણ સર્જવવાથી પીવાના પાણીની લાઈનમાં ભૂગર્ભ ગટરનું દૂષિત પાણી ભળી જતા સમગ્ર વિસ્તારના નળોમાં દુર્ગંધયુક્ત પાણી વિતરણ થતું હોય સ્થાનિકોમાં સ્વાસ્થ્યને લઈને ભય છવાયો છે. સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર નવલખી રોડ વિસ્તારમાં પાછલા એક માસથી દુર્ગંધયુક્ત પાણીનું વિતરણ થતું હોવાથી ગંભીર રોગચાળાનો ખતરો મંડરાઈ રહ્યો છે. પાલિકા તંત્ર એક તરફ કોરોના વાઇરસ ન ફેલાય એ માટે વિવિધ પગલાંઓ ઉઠાવી રહી છે. આરોગ્ય તંત્ર સહિત દરેક સરકારી તંત્રો નાગરિકોના આરોગ્યને લઈને ચિંતિત છે ત્યારે નવલખીરોડ વિસ્તારોમાં દૂષિત પાણી વિતરણની સમસ્યાને ગંભીરતાથી લઈ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાય એવું સ્થાનિકો ઇચ્છી રહ્યા છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/