મોરબી : હાલ સમગ્ર વિશ્વ કોરોના વાઇરસની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે ભવિષ્યમાં મોરબી જિલ્લાના લોકો પણ આ બીમારીની ઝપટમાં આવી શકે તેની પૂરેપૂરી સંભાવના રહેલી છે. આ તકે 'માનવ સેવા એ જ પ્રભુ સેવા'માં માનતું યંગ ઇન્ડિયા ગ્રુપ જરૂર પડ્યે કોઈપણ પરિસ્થિતિ પર મોરબી જિલ્લા આરોગ્ય શાખાને મદદ કરવા તથા લોકોની સેવા કરવા હંમેશા તત્પર રહેશે. જરૂર પડ્યે આરોગ્યની ટિમને ગ્રુપના સ્વયં સૈનિકો 24*7 મદદ કરશે, એની યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જિલ્લા આરોગ્ય શાખાને ખાતરી આપવામાં આવી છે.