નહેરુગેટ ચોક,પરાબજાર, દરબાર ગઢ ,જુના-નવા બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન સહિતના જાહેર સ્થળોને સેલ્ફર ક્લોરાઈડથી પાણીનો છટકાવ કરીને સ્વચ્છ કરાયા મોરબી : મોરબી પાલિકા તંત્ર દ્વારા કોરોનાના સંકટને પહોંચી વળવા માટે શહેરના તમામ જાહેર સ્થળોની સફાઈ કરીને જંતુમુક્ત કરવામાં આવ્યા હતા. જેમાં સિવિલ હોસ્પિટલ, નહેરુગેટ ચોક, પરાબજાર, દરબાર ગઢ, જુના-નવા બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન સહિતના જાહેર સ્થળોને સેલ્ફર ક્લોરાઈડથી પાણીનો છટકાવ કરીને સ્વચ્છ કરાયા હતા. મોરબી પાલિકા તંત્ર દ્વારા આજે લોકડાઉનના દિવસે કોરોના વધુ ન ફેલાય તે માટે કેમિકલ દ્વારા તમામ જાહેરસ્થળોને જંતુમુક્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં પાલિકા તંત્રએ આજે શહેરના તમામ જાહેર સ્થળોને કેમિકલથી પાણીનો છટકાવ કરીને સ્વચ્છ કરવામાં આવ્યા હતા. જેથી, કોરોના સંકમણથી લોકોને બચાવી શકાય. આથી, પાલિકા તંત્ર દ્વારા સિવિલ હોસ્પિટલ, નહેરુગેટ ચોક, પરાબજાર, દરબાર ગઢ, જુના-નવા બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન સહિતના જાહેર સ્થળોને સેલ્ફર ક્લોરાઈડથી પાણીનો છટકાવ કરીને સ્વચ્છ કરાયા હતા. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/