મોરબી : મોરબીના જાગૃત નાગરિક બાબુભાઈ પરમાર દ્વારા કોરોના વાયરસના પગલે હિમોફીલીયાના દર્દીઓએ સાવધાની રાખવા સૂચન આપવામાં આવ્યું છે. તેમજ હિમોફીલીયાના દર્દીઓ મોરબી સિવિલ હોસ્પિટલના દર્દીઓ ફેક્ટર લેવા માટે જાય ત્યારે માસ્ક બાંધીને અથવા રુમાલ બાંધવા તેમજ દર્દી સાથે એક જ વ્યક્તિએ જવા અપીલ કરાઈ છે. દર્દીઓને જરૂર પડે ત્યારે બાબુભાઈ પરમાર મો.નં. 99040 31255 પર સંપર્ક કરવા જણાવાયું છે.