લોકડાઉનના ચુસ્તપણે અમલ કરવા એ અને બી ડિવિઝન સ્ટાફે શહેરના તમામ પ્રવેશ માર્ગ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો મોરબી : કોરોનાને અંકુશમાં લેવા માટે રાજ્યભરમાં 31 માર્ચ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તેથી, મોરબીમાં લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરવા માટે મોરબીથી કોઈ બહાર ન જાય અને બહારથી કોઈ અંદર ન આવે તે માટે પોલીસ દ્વારા શહેરના તમામ એન્ટ્રી પોઈન્ટ સિલ કરવામાં આવ્યા છે. શહેરના તમામ પ્રવેશ માર્ગ પર ચુસ્ત પોલીસની ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવમાં આવ્યો છે. તેમ છતાં કેટલાક સીન સપાટા નાખવા નીકળતા અમુક લોકોને જાહેરમાં ઉઠબેસ કરાવીને કાયદાનું ભાન કરાવ્યું હતું. મોરબીમાં ગતરાત્રીના 12 વાગ્યાથી લોકડાઉન જાહેર થયા બાદ પોલીસ સ્ટાફ હરકતમાં આવી ગયો હતો અને એ ડિવિઝન તથા બી ડિવિઝન સ્ટાફ દ્વારા લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવવા માટે શહેરના તમામ એન્ટ્રી પોઈન્ટ સિલ કરી દેવામાં આવ્યા છે. શહેરની હદના તમામ પ્રવેશ માર્ગ પર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. માત્ર જીવન જરૂરી ચીજવસ્તુઓ લેવા નીકળતા લોકોને ખરાઈ કરીને જવા દેવાઈ છે. મોરબી એ ડિવિઝન પીઆઇ ચૌધરી સહિતનો સ્ટાફ શહેરભરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને લોકો આવશ્યક સેવા સિવાય બહાર ન નીકળે તે માટે તકેદારીના પગલાં ભરી રહ્યા છે. લોકડાઉન હોવા છતાં કેટલાક લોકો કામ વગર લટાર મારવા નીકળી પડ્યા હતા. પોલીસે આ અંગેની ખરાઈ કરતા અમુક લોકો કામ વગર જ નીકળ્યા હોવાનું ખુલતાં એ લોકોને જાહેરમાં ઉઠબેસ કરાવી દંડ ફટકર્યો હતો. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/