મોરબી : કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે ક્રિષ્ના મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલના હાડકા વિભાગની રૂટીન ઓપીડી (OPD) સેવાઓ તારીખ ૨૩/૦૩/૨૦૨૦ થી ૨૯/૦૩/૨૦૨૦ સુધી બંધ રહેશે. તેમજ ઈમરજન્સી સેવા 24X7 ચાલુ રહેશે. વધુમાં, છેલ્લા ૧૫ દિવસમાં ઓપરેશન કરેલ દર્દીઓ કે જેમના ટાંકા કાઢવાના બાકી છે. તેમને નજીકના હોસ્પીટલમાં અથવા મેડીકલ, પેરામેડીકલ, સ્ટાફ દ્વારા જંતુરહિત (STERILE) ડ્રેસિંગ કરાવવું. જો ટાંકામાં કોઈ તકલીફ જણાતી હોય તો તેનો ફોટો નીચે આપેલા નંબર પર વોટ્સઅપ કરવું. તેમજ ઓપરેશનના૧૫ દિવસ પછી કોઈ તકલીફ ના હોય તો નજીકની હોસ્પીટલમાં ટાંકા કાઢવી લેવા. ઉપરાંત, જો કોઈ દર્દીને દવા માટે થઈ ને કાઈ પ્રશ્ન હોય જેમ કે દવા પૂરી થઈ ગઈ છે તો બીજી દવા ચાલુ રાખવી કે નહી. તેમજ દવા બદલવાની જરૂર છે વગેરે માટે દર્દીઓએ નીચેના મોબાઇલ નંબર પર વોટ્સઅપ દ્વારા દર્દીનું ડિસ્ચાર્જ કાર્ડ, છેલ્લી દવાના પ્રિસ્ક્રીપ્શનનો ફોટો મોકલવો. તેમજ હાડકાના સર્જન (ડો. વિનોદ કૈલા, ડો. સાગર ગામઢા, ડો. પ્રહલાદ ઉઘરેજા) ટેલી કોમ્યુનિકેશન અને વિડીઓ કોલિંગ માટે ઉપલબ્ધ રહેશે. જેનો સમય સવારે ૧૧:૦૦ થી ૧૨:૩૦ વાગ્યા સુધીનો રહેશે. આ સેવાઓ દર્દી અને તેમના સગાઓને કોરોનાના સંક્રમણ થી બચાવવા માટેની છે. જેનો દુરુપયોગ કરવો ન કરવા તેમજ ટેલી કોમ્યુનિકેશન માટે ઈન્ટરનેટ વોઈસ કોલ અને વિડીઓ કોલ માટે નિર્ધારિત સમયમાં મો.નં. 75748 77717 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.