કામ સિવાય લોકોને બહાર ન નીકળવા કરાઇ અપીલ : વગર કામે બહાર નીકળતા લોકો પર કરાશે કાર્યવાહી હળવદ: કોરોના વાઈરસના કહેરને લઈ આજ રોજ હળવદ શહેરમાં ધારાસભ્ય અને હળવદ પોલીસ સ્ટાફ દ્વારા લોકડાઉનનું પાલન કરવા અને કામ સિવાય ઘરની બહાર નીકળવા બજારમાં અપીલ કરવા નીકળ્યા હતા. સાથે જ પોલીસ દ્વારા એમ પણ જણાવ્યું હતું કે વગર કામે બહાર રખડતા લોકો પર પોલીસ કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. વિશ્વ સહિત દેશભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસને લઈ કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર સતર્ક બની ગઇ છે અને ગત રાત્રીના રાજ્ય સરકાર દ્વારા ૩૧ માર્ચ સુધી લોકડાઉન જાહેર કરાયું છે. જેથી, લોકોએ કામ સિવાય બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી રહી છે ત્યારે આજે હળવદ શહેરમાં ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા અને હળવદ પી.આઈ સંદિપ ખાંભલા તેમજ પોલીસ સ્ટાફ દ્વારા શહેરના જુદા જુદા માર્ગો પર ફરી લોકોને અપીલ કરવામાં આવી હતી કે કોરોના વાઈરસને લોકો ગંભીરતાથી લે અને અરજન્ટ કામ સિવાય લોકો ઘર બહાર ન આવે સાથે જ પોલીસ દ્વારા કરાતી સૂચનાઓ તેમજ કાર્યવાહીમાં પોલીસને સહકાર આપે તેવી અપીલ કરી છે. આ તકે ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા અપાતી સૂચનાઓને લોકો ગંભીરતાથી લઇ તેનું પાલન કરે તેમજ પોલીસ હવે કોઈ પણ ની શેહ સરમ રાખ્યા વિના કરાતી તમામ કાર્યવાહિ કરશે. જેથી, કોઈપણ લોકોએ પોલીસની કાર્યવાહીમાં અડચણરૂપ થવું નહીં. જેથી, ઘરે સાવચેતીથી રહે તેવી અપીલ કરી છે. જ્યારે પી.આઈ ખાંભલાએ જણાવ્યું હતું કે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે તે લોકો સમજે શહેરમાં વગર કામે આંટાફેરા ન કરે અને જો આવા લોકો ધ્યાનખ આવશે તો તેમના પર કાયદેસર પગલાં લેવામાં આવશે તેમ જણાવ્યું હતું. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/