ટંકારા : ટંકારા આરોગ્ય વિભાગ દ્વારા ૮૭ ટીમો ડોર ટુ ડોર તપાસ હાથ ધરી લોકોના આરોગ્ય ની તપાસ કરી આ ટીમની સતત કામગીરી ચાલુ રહી છે.આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાને અંકુશમાં લેવા માટે ટંકારા પંથકમાં હાલ ડોર ટૂ ડોર સર્વે ચાલી રહ્યો છે અને આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વેની કામગીરી હાથ ધરાઈ રહી છે. કોરોનાના કહેર વચ્ચે ટંકારા તાલુકા હેલ્થ ઓફિસર ડો. આશિષ સરસાવાડિયાની અધ્યક્ષતામાં ડો.ભાસ્કર વિરસોડીયા સાવડી ડો.બ્રિજેશ મુંગરા લજાઈ હિતેષ પટેલ તાલુકા સુપર વાઇજર.સહીતની ૮૭ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ધરે ધરે જઈ નાના મોટા બધાના આરોગ્યની તપાસ હાથ ધરી છે.આ અંગે અધીકારીએ જણાવ્યું હતું કે ,આ ૮૭ ટીમો જુદા જુદા ગામડામાં જઈ તમામ લોકોને મળીને તેમના આરોગ્યની તપાસણી કરી રહ્યા છે. જે સતત કાર્યરત રહશે હજી સુધી કોઈ મેજર કેસ સામે આવ્યા નથી. જરૂર જણાય દવાની વ્યવસ્થા પણ ઉભી કરી છે. તદ્ઉપરાંત બિજા દેશ માથી આવેલા અને હાલ હોમ કોરેન્ટાઈલ કરેલા સાત લોકોને ડો.મિતલ હલપરા, ડો. અમીતા સનારિયા ડો.સૂરજ અઘેરા, ડો. વિષાલ તૈરયા સહીતની ટીમ સતત મેડિકલ તપાસ કરી રહી છે.