મોરબી : કોરોનોનો ગુજરાતમાં ઝડપભેર ફેલાવો થઈ રહ્યો છે. જો કે મોરબીમાં હજુ સુધી એકપણ કોરોનાના પોઝિટિવ કેસ આવ્યા નથી. પણ કોરોના વકરે નહિ તે માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોની સલામતી માટે તકેદારીના પગલાં લેવમાં આવી રહ્યા છે અને મોરબોના સીરામીક ઉધોગકારો દ્વારા પણ પોતાના મજૂરો અને સ્ટાફ માટે આગોતરા તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. ત્યારે કોરોના સામે સાવચેતીના ભાગરૂપે મોરબીના જાણીતા મેટ્રો સીરામીક ગ્રુપની કંપનીઓના કર્મચારીઓને 3000 માસ્ક, સેનિટાઈઝર અને હર્બલ મેડિકલ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મેટ્રો સીરામીક ગ્રુપના માલિક શેખરભાઈ પટેલ અને દિલીપભાઈ પટેલ દ્વારા તેમની ચારથી પાંચ કંપનીઓના સમગ્ર સ્ટાફને માસ્ક તેમજ જરૂરી કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/