મોરબી : સામા કાંઠે આવેલા ભડિયાદ વિસ્તારમાં મજૂરોની ઓરડી પાસે ઉભા રહી પોતાના મોબાઈલમાં વાત કરી રહેલા યુવક પર એક મહિલા સહિત ત્રણ શખ્સોએ ઝઘડો કરી ધોકા વડે માર મારતા ઘાયલ યુવકને હોસ્પિટલે પ્રાથમિક સારવાર અર્થે ખસેડાયો હતો. તાલુકા પોલીસમાં બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓની તપાસ હાથ ધરી છે. મોરબીના સામા કાંઠે આવેલા ભડિયાદ વિસ્તારમાં રામાપીરના ઢોળા નજીક રહેતો 21 વર્ષીય સુનિલ રમેશભાઈ જંજવાડિયા નામનો યુવક 555 નળીયાના કારખાના પાસે મજૂરોની ઓરડી નજીક ઉભો રહી પોતાના ફોનથી કોઈ સાથે વાત કરી રહ્યો હતો ત્યારે અહીં ઉભા રહી ફોનમાં વાત કરવી નહીં એમ કહી ભારતીબેન મહેશભાઈ નામની મહિલાએ સુનિલ સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ 555 નળીયા ફેકટરીમાં કામ કરતા અને ત્યાં જ ઓરડીમાં રહેતા પ્રવીણ વિઠ્ઠલભાઈ અને અશ્વિન નકાભાઈએ ભારતીબેન સાથે મળીને સુનીલને ધોકા વડે માર મારતા તેને હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. આથી ઇજાગ્રસ્ત યુવકે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ પીએસઆઇ એ.વી.ગોંડલીયા ચલાવી રહ્યા છે.