સીરામીકની ભઠ્ઠી બંધ થવામાં બે દિવસનો સમય લાગતો હોય લેબર ક્વાર્ટરમાં રહેતા મજૂરો પાસે જ કરાવાય છે શટડાઉનની પ્રક્રિયા : બહારથી આવતા-જતા મજૂરોને રજા અપાઈ છે : નિલેષ જેતપરિયા મોરબી : સમગ્ર ગુજરાત હાલ લોકડાઉનની સ્થિતિમાં છે. ત્યારે આવશ્યક અને જીવન જરૂરિયાતની ચીજ- વસ્તુઓ સિવાયના દરેક પ્રકારના ધંધા-રોજગાર અને ઉધોગો બંધ કરવામાં આવ્યા છે. ત્યારે મોરબી સીરામીકની ઘણી ફેકટરીઓ ચાલુ હોવાનો શ્રમિકોએ ઉહાપોહ મચાવ્યો હતો. આ બાબતે મોરબી સીરામીક એસો.ના પ્રમુખ નિલેષ જેતપરિયાએ સ્પષ્ટતા કરી હતી. જેતપરિયાએ આ અંગે જણાવ્યું હતું કે મોરબીની લગભગ 20 ટકા સીરામીકની ફેકટરીઓ બંધ થઈ ચૂકી છે. બાકીની તમામ ફેક્ટરીઓમાં શટડાઉનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. આગામી બે-ત્રણ દિવસમાં તમામ ફેકટરીઓ સંપૂર્ણ બંધ થઈ જશે. સીરામીકની ભઠ્ઠી બંધ કરવાની પ્રક્રિયામાં બે એક દિવસનો સમય લાગે છે. જે શટડાઉનની પિરિયડ હાલ બંધ થવાની બાકીની તમામ ફેક્ટરીઓમાં શરૂ થઈ ચૂક્યો છે. આ પ્રક્રિયામાં ફેકટરીના યુનિટ બહારથી કોઈ મજૂરને કે અન્ય વર્કરને હાજર રહેવામાંથી મુક્તિ આપી દીધી છે. આથી હાલ શટડાઉનની પ્રક્રિયા ચાલી રહી હોય એ તમામ ફેક્ટરીઓમાં ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા જૂજ વર્કરો પાસે જ ખપ પૂરતું કામ લેવામાં આવી રહ્યું છે. વધીને આગામી બે કે ત્રણ દિવસમાં મોરબીના તમામ સીરામીક એકમો સંપૂર્ણ લોકડાઉન થઈ જશે. તંત્રની સૂચના અને હુકમનું પાલન કરવા તથા સાથ સહકાર આપવા સીરામીક એસો. પ્રતિબદ્ધ છે તેમ નિલેષ જેતપરિયાએ અંતમાં જણાવ્યું હતું. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/