બન્ને યુવાનો સ્થાનિક જ, બન્ને વિદેશ પણ ગયા ન હતા મોરબી : મોરબીમાં બપોરે બે લોકોમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા હોય બન્નેને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા હતા. ત્યાર બાદ ફરી સાંજે બે સ્થાનિક યુવાનોમાં પણ કોરોનાના લક્ષણો દેખાતા તેઓને પણ આઇસોલેશન વોર્ડમાં દાખલ કરીને બન્નેના રિપોર્ટ જામનગર મોકલવામાં આવ્યા છે. હાલ આરોગ્ય તંત્ર કુલ 4 લોકોના રિપોર્ટની રાહ જોઈ રહ્યું છે. મોરબીમાં રહેતો રાજસ્થાનનો 28 વર્ષના યુવાન થાઈલેન્ડ તેમજ અન્ય રાજ્યોમાં ગયો હોય તેમજ 22 વર્ષનો હાલ ક્વોરોન્ટાઇનમાં રહેલો યુપીના યુવાનમાં કોરોનાનાં શંકાસ્પદ લક્ષણો દેખાતા આજે આ બન્ને યુવાનોને સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બન્ને યુવાનોના રિપોર્ટ કરીને તેને જામનગર મોકલી પણ દેવામાં આવ્યા હતા. તેવામાં આજે સાંજે વધુ બે યુવાનોમાં હોસ્પિટલ તંત્રને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા બન્નેને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બન્ને યુવાનોમાં એક યુવાન 22 વર્ષનો છે જે લાલપરનો રહેવાસી છે. જ્યારે બીજો યુવાન 21 વર્ષનો છે અને તે સામાકાંઠે હાઉસિંગ બોર્ડમાં રહે છે. આ બન્ને યુવાન સ્થાનિક છે અને તેઓ વિદેશ પ્રવાસે પ્ણ ગયા નથી. હાલ તો હોસ્પિટલ તંત્રએ આ બન્ને યુવાનોને આઇસોલેશન વોર્ડમાં દાખલ કર્યા છે અને બન્નેના રિપોર્ટ કરીને તેને જામનગર પહોંચાડવાની તજવીજ હાથ ધરી છે.