પોલીસે માઈકથી દુકાનો બંધ રાખવાની અને લોકોને ઘરે જ રહેવાની અપીલ કરાઈ મોરબી : મોરબીમાં પોલીસ દ્વારા માઇકથી આજે જાહેરાત કરીને જીવન જરૂરિયાત સિવાયની તમામ દુકાનો બંધ રાખવા અપીલ કરવામાં આવી છે. તેમજ કોરોનાથી બચવા માટે લોકોને ઘરે જ રહેવા અપીલ કરવામાં આવી છે. જાહેરનામાનું પાલન કરી કોરોના સામે લડતમાં સહયોગ આપવાની પણ અપીલ કરાઈ છે. મોરબીમા આજ સોમવારે સવારથી જ મોટાભાગની દુકાનો થઈ શરૂ થયા બાદ પોલીસે દ્વારા આવશ્યક સેવા સિવાયની તમામ દુકાનો બંધ કરાવવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે આજે માઇક ફેરવીને 31 માર્ચ સુધી બજારો બંધ રાખવાની જાહેરાત કરી છે અને તેમ છતાં જીવન જરૂરિયાત સિવાયની દુકાનો ખોલવામાં આવશે તો દુકાનદાર સામે કડક પગલાં લેવાનો પોલીસે નિર્ણય જાહેર કર્યો હતો. મોરબીમાં ગઈકાલે જનતા કર્ફયુને પ્રચડ જનસમર્થન મળ્યા બાદ કોરોનાને હરાવવા માટે જબરજસ્ત ટક્કર આપવા તંત્ર સજ્જ થયું છે. દરમિયાન આજે સવારે તમામ દુકાનો ઉઘડતાની સાથે જ પોલીસે કોરોના માટે સલામતીના ભાગરૂપે મેડિકલ તેમજ જીવનજરૂરી ચીજવસ્તુઓ સિવાયની તમામ દુકાનો શહેરભરમાં ફરીને બંધ કરાવી હતી અને એ ડિવિઝન પીઆઇ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મોરબીની તમામ બજારોમાં પોલીસ સ્ટાફે માઇક ફેરવીને 31 માર્ચ સુધી આવશ્યક જીવનજરૂરી ચીજવસ્તુઓ સિવાય તમામ દુકાનો બંધ રાખવાની જાહેરાત કરી હતી. સાથેસાથે આ નિયમનું ઉલઘ્ઘન કરનાર સામે જાહેરનામા મુજબ કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે. કોરોના સામે સલામતી જાળવવા માટે લોકોને ઘરોમાં જ રહેવાની પણ પોલીસે અપીલ કરી છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/