તમામ લોકોએ કોરોના સામેની લડાઈ માટે ઘરમાં જ રહીને વડાપ્રધાન મોદીની પહેલ મુજબ સાંજે પાંચ વાગ્યે પોતા પોતાના ઘરે થાળીનાદ કરીને દેશ માટે કામ કરનાર તમામ સેવા કર્મીઓને પ્રોત્સાહિત કર્યા મોરબી : વડાપ્રધાન મોદીની પહેલને પગલે સમગ્ર મોરબીવાસીઓએ કોરોના સામેની લડાઈ માટે જનતા કર્ફયુને અભૂતપૂર્વ સમર્થન કરી હતું. આજે જનતા કર્ફયુના દિવસે મોરબી જિલ્લામાં લોકોએ ઠેરઠેર થાળીનાદ કરીને સેવાકર્મીઓનું અભૂતપૂર્વ અભિવાદન કર્યું હતું.તમામ લોકોએ કોરોના સામેની લડાઈ માટે ઘરમાં જ રહીને વડાપ્રધાન મોદીની પહેલ મુજબ સાંજે પાંચ વાગ્યે પોતા પોતાના ઘરે થાળીનાદ કરીને દેશ માટે કામ કરનાર તમામ સેવા કર્મીઓને પ્રોત્સાહિત કર્યા હતા. મોરબી જિલ્લામાં શિસ્તબદ્ધ રીતે આજે જતના કર્ફયુને સમર્થન આપીને ઘરોમાં જ સાવચેત રહી અને કોરોનાને ભગાવોનો સંદેશ આપ્યો હતો.આજે વડાપ્રધાન મોદીની જનતા કર્ફયુની પહેલને મોરબીવાસીઓએ વધાવી લઈને સજ્જડ બંધ પાળ્યો હતો.શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની બજારો સહિત આખો જિલ્લો શિસ્તબદ્ધ રીતે સજ્જડ બંધ રહ્યો હતો.કોરોના જેવી મહામારી સામે દેશવાસીઓને બચાવવા માટે અનેક સેવાકર્મીઓએ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી.આથી જનતા કર્ફયુના દિવસે સાંજે પાંચ વાગ્યે વડાપ્રધાન મોદીએ સમગ્ર દેશવાસીઓને આવા સેવાકર્મીઓને પ્રોત્સાહિત કરવા દરેકને પોતાના ઘરે થાળી કે ઘંટડી કે અન્ય કોઈ અવાજ કરીને તેમનું અભિવાદન કરવાની પહેલ કરી હતી.આ પહેલને પણ મોરબીવાસીઓએ ઉમળકાભેર ઝીલી લીધી હતી.જેમાં આજે સાંજે પાંચ વાગતાની સાથે મોરબીવાસીઓ ઘરની બહાર આવી ગયા હતા.લોકોએ થાળી ,ઘટડી વગાડીને કોરોના કેવી મહામારી વચ્ચે પણ દેશ અને શહેરમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા તમામ સેવાકર્મીઓનું અભિવાદન કર્યું હતું.જેમાં ધર્મભૂમિ સોસાયટી ,રવાપર રોડ ઉપર પટેલ સોસાયટી ,ઓરપેટ ટાઈનશીપ ,સામાકાંઠે સોઓરડી, મહાવીરનગર સોસાયટી હાઉસિંગ બોર્ડ સહિતના શહેરના દરેક વિસ્તાર શેરી ગલીમાં તેમજ મોરબી, ટંકારા, હળવદ, વાંકાનેર અને માળિયા સહિતના તાલુકાઓમાં આજે લોકો અને બાળકો ઘરોમાંથી બહાર નીકળી બાલ્કનીમાં કે અન્ય જગ્યાએ ઉભા રહીને થાળી શંખ ,ઘટડી તેમજ જે હાથ લાગ્યું તે સઘન વગાડીને તમામ સેવાકર્મીઓનું અભિવાદન કર્યું હતું.