મોરબી : સ્વચ્છતા જ સ્વસ્થતાનું સમાધાન છે એ સંદેશને સાર્થક કરતા આજે રવિવારે જનતા કરફ્યુ દરમ્યાન અણીયારી ગામમાં તમામ જગ્યાએ સેનીટાઇઝરનો છંટકાવ કરી ગામને કિટાણું મુક્ત કરવામાં આવ્યું હતું. સરપંચ દિપકભાઈ ધનજીભાઈ તથા ગામના યુવાનોના સાથ સહકારથી અણીયારી ગામમા શેરીએ શેરીએ સેનીટાઈઝરનો છંટકાવ કરવામાં આવ્યો હતો. સાથોસાથ જનતા કરફ્યુનો ચુસ્ત અમલ કરાયો હતો. ગામની તમામ નાની મોટી દુકાનો તથા ખાણી પીણીની તમામ દુકાનોએ બંધ પાળી જનતા કરફ્યુને સમર્થન આપ્યું હતું.