મોરબી : કોરોના વાયરસની પરીસ્થિતિને ધ્યાને લેતા રાજ્યમાં કોરોના વાઈરસનો ફેલાવો ન થાય માટે મોરબી જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં આવતીકાલ તા. 23/03/2020 થી તા. 29/03/2020 સુધી હાલ ઉપલબ્ધ શૈક્ષણિક તથા બિનશૈક્ષણિક કર્મચારીઓ પૈકી 50% કર્મચારીઓ રોટેશનલ બેઝીઝ પ્રમાણે તેમની ફરજ નિયત કરવાની રહેશે અને બાકીના કર્મચારીઓએ ટેલીફોનિક સંપર્કમાં રહેવાનું રહેશે. વધુમાં, તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક શાળાઓના શૈક્ષણિક તથા બિનશૈક્ષણિક કર્મચારીઓએ મુખ્ય મથક છોડવાનું રહેશે નહિ અને આવશ્યક ફરજ માટે સ્ટેન્ડબાય રહેવાનું રહેશે. જયારે પણ સરકારને સ્ટાફની આવશ્યકતા પડે અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે ફરજ સોંપવામાં આવે તે ફરજ બિનચુક નિભાવવાની રહેશે. તેમ મોરબી જિલ્લા પંચાયત કચેરીની શિક્ષણ શાખા દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.