મોરબી : મોરબીમાં પંચાસર ચોકડી પાસે માધાપર વાડી સોનાપુરીમાં સતવારા સમાજના જાગૃત દાતાઓના સહયોગથી ડાઘુઓ માટે અગાઉ ઠંડા પાણીંનાં કુલરની વ્યવસ્થા કરાઈ હતી. પરંતુ સમયની માંગને પહોચી વળવા અને સ્વાસ્થ્ય જાગૃતિના ભાગરૂપે હવે નવા આર.ઓ. પ્લાન્ટ સાથે લોકોને ઠંડુ અને શુદ્ધ પીવાનું પાણી મળી રહે, તેવી સુવિધા ઉપલબ્ધ કરાઈ હતી. તેમજ પ્રમુખ હર્ષદભાઈ કન્જારીયાનાં આ ઉમદા પ્રયાસને સમાજે આવકાર્યો છે.