ટંકારા : કોરોના વાયરસના પગલે વડાપ્રધાન મોદી દ્વારા આવતીકાલે તા. 22ના રોજ જનતા કર્ફ્યુ રાખવાની અપીલ કરવામાં આવી છે ત્યારે આજે ટંકારાના લોકોએ આજે સ્વયંભૂ બંધ પાડ્યું છે. તેમજ ટંકારાના અધિકારીઓએ જાહેર જનતાને પદયાત્રા કરી જાહેરનામા અંગે માહીતી આપી હતી. તેમજ આજે ટંકારા તાલુકાની તમામ પાન-માવા ઠંડા પીણાંની રેકડી-ગલ્લા બંધ છે. જયારે જીવન જરૂરી કિરાણાની દુકાન, મેડિકલ અને દુધની દુકાન તેમજ શાકમાર્કેટ ખુલ્લી રહી હતી. તેમજ અધિકારી પદાધિકારીઓએ નગરની પદયાત્રા કરીને જાહેરનામા અંગે જાહેરાત કરી હતી. જિલ્લા કલેકટરએ આપેલા મોરબીના 144ના જાહેરનામા અને કોરોનાની અગમચેતી અર્થે ભરેલ પગલા અન્વયે આજે ટંકારાના વડા મથકે મામલતદાર અને ફોજદાર દ્વારા કાયદાની અમલવારી અર્થે બેઠકમાં ચર્ચા કરી હતી. જેમા લારી-ગલ્લા-ચા અને ઠંડાપીણાંને અન્ય ખાદ્ય સામગ્રીની દુકાનો બંધ કરી દેવામાં સખત આદેશ આપ્યો હતો અને આગામી 31 તારીખ સુધી સાવચેતી રાખવા અપીલ કરી હતી. વધુમાં, કાયદાનુ પાલન ન કરનાર સામે સખત કાર્યવાહી થશે, તેમ ટંકારા નાયબ મામલતદાર એમ. જે. પટેલએ પી.એસ.આઈ એલ. બી. બગડા, સરપંચ, વેપારી, આગેવાનો, અગ્રણી સાથેની બેઠકમા માહીતી આપી હતી. તદ્ઉપરાંત એ પણ આશ્રવાસન આપ્યું હતું કે શાકભાજી, કિરાણુ, દુધ અને મેડિકલ સ્ટોર ખુલ્લો રહેશે, માટે કોઈએ ડરવાની જરૂર નથી. સાથે બિનજરૃરી હોય તો ઘરની બહાર ન જવા, ટોળે ન વળવા અને 144નુ પાલન કરવા એલ. બી. બગડાએ જણાવ્યું હતું. આ તકે ટંકારાના ભુપત ગોધાણી, કાનાભાઈ સલિમ, ભુગર રશિક દુબરીયા, અરજણભાઈ ઝાપડા, વેપારી મંડળના પ્રમુખ હસુભાઈ, કંસારાભાઈ, રમેશભાઈ ગાંધી, ફિરોઝભાઈ, સહિતના ઉપસ્થિત રહ્યા હતા.