હોટલો અને રેસ્ટોરન્ટમાં જમવાનું બંધ અને પાર્સલ સુવિધાની છૂટ આપતું અધિક કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું મોરબી : કોરોના દહેશત વચ્ચે મોરબીવાસીઓ માટે મોરબી અધિક કલેકટરે હોટેલ, રેસ્ટોરન્ટ અને ભોજનાલય માટે મહત્વનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં હોટેલ, રેસ્ટોરન્ટમાં જમવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. પણ આ જાહેરનામામાં હોટલ, રેસ્ટોરન્ટ વાળાઓને હોમ ડિલિવરી પાર્સલ સુવિધા ચાલું રાખવાની છુટ આપી છે. કોરોનાની દહેશતને કારણે સમગ્ર જનજીવનમાં ગભરાહટ ફેલાયેલો છે.ત્યારે મોરબીવાસીઓની સુખાકારીને લઈને તંત્ર દ્વારા કેટલાક નિયત્રણો લેવામાં આવ્યા છે. જેમાં મોરબી જિલ્લામાં અધિક કલેકટર કેતન જોશીએ જાહેરહિતની સુખાકારીને ધ્યાને લઈને હોટેલ, રેસ્ટોરન્ટ અને ભોજનાલય વાળાઓ માટે મહત્વનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જાહેરનામામાં જણાવ્યા મુજબ કરોનાના નિયત્રણ માટે કેટલાક અંકુશો મુકવામાં આવ્યા હતા. જેમાં હોટેલ, રેસ્ટોરન્ટમાં જમવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જો કે હોટેલ અને રેસ્ટોરન્ટમાં જમવા પર પ્રતિબંધ ફરમાવીને આ હોટેલો અને રેસ્ટોરન્ટ, ભોજનલય વાળાઓ હોમ ડિલિવરી અને પાર્સલ સુવિધા ચાલુ રાખી શકશે તેવો નિર્ણય જાહેર કર્યો છે. જાહેરનામામાં દર્શવેલા નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે તેવો અધિક કલેકટરે નિર્દેશ આપ્યો છે.