મોરબી : મૂળ જોડિયા તાલુકાના લખતર ગામના વતની અને હાલ મોરબીના પંચાસર રોડ પર કિશાન પાર્કમાં રહેતા 33 વર્ષીય દિનેશ કાળુભાઇ બોડાએ ધંધામાં મંદી આવતા આર્થિક સંકડામણના કારણે ગઈકાલે રાત્રે 1 વાગ્યા આસપાસ ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સીટી એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.