મોરબી : ગઈકાલે તા. 20ના રોજ ચકલી દિવસ નિમિતે પર્યાવરણ પરિવાર દ્વારા પંખીઓ માટે ચણ અને પાણીના પરબની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં મોરબીની યદુનંદન ગૌશાળા, મોરબી પાંજરા પોળ, મોરબીના સ્મશાન, ગૌશાળા પ્રાથમિક શાળા, સાત હનુમાન મંદિર, વજેપરના ચકવા હનુમાન મંદિર, મચ્છુ નદીના કાંઠે કુદરતના સાંનિધ્યમા આવેલ રામનાથ મંદિર ખાતે પક્ષીઓને પીવા માટે પાણી ભરી શકાય તેવા પાત્ર મૂકવામા આવ્યા હતા. આ નિમિતે પર્યાવરણ પરિવારના સભ્યો જીલ વાઘેલા, ડાભી જગદીશ, ભાલારા વિવેક, ડાભી મિતેષ, ડાભી જયેશ, કંઝારીયા કિશન તેમજ કવિ જલરૂપ ઉપસ્થિત રહ્યા હતાં.