મોરબી : હાલમાં કોરોના વાઇરસ વૈશ્વિક મહામારી અન્વયે મોરબી જીલ્લામાં લાગુ કરાયેલા જાહેરનામાના ભંગ અન્વયે મોરબી સીટી બી ડીવી પોલીસ દ્વારા ત્રણ શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. હાલમાં કોરોના વાઇરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝન દ્રારા વૈશ્વિક મહામારી જાહેર થયેલ હોય, જે અનુસંધાને પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોટલ, રેસ્ટોરન્ટ તથા ચા-પાનની દુકાનો તથા ભીડભાડવાળી જગ્યાઓ પર લોકોને ભીડમાં ન રહેવા તેમજ કોરોના વાઇરસ સબંધે તકેદારી રાખવાના ભાગરૂપે તેમજ ગુજરાત સરકાર તથા ભારત સરકાર દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન મુજબ સાવચેતી રાખવા જનતાને જરૂરી સુચના આપવા તથા મોરબી જીલ્લામાં કોરોના વાઇરસ સબંધીત બહાર પાડવામાં આવેલ જાહેરનામાની અમલવારી કરવા માટે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. આ દરમિયાન મયુરભાઇ હસમુખભાઇ પરમાર (ઉ.વ. 34, ધંધો પાનની દુકાન, રહે. લક્ષ્મી નારાયણ એપાર્ટમેન્ટ, એસ્સાર પંપની સામે, ત્રાજપર, મોરબી), ભરતભાઇ દિનેશભાઇ કણઝારીયા (ઉ.વ. 23, ધંધો પાનનો ગલ્લો, રહે. રામકૃષ્ણ નગર, મોરબી) તથા ભરતગીરી સુરજગીરી ગોસાઇ (ઉ.વ. 22, ધંધો પાનનો ગલ્લો, રહે. રોટરીનગર, સેવા સદન પાછળ, મોરબી)એ જાહેરનામાનો ભંગ કરી પોતાનાં હવાલાવાળી પાન-માવાની દુકાનો ખુલ્લી રાખી લોકોને ભેગા કરેલ હતા. જેથી, તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. મોરબી જિલ્લાની કોરોના વાયસરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/