મોરબી : કોરોનાના સંકટને પહોંચી વળવા માટે સીરામીક ઉધોગકારો કટીબદ્ધ બન્યા છે અને કોરોના સામે રક્ષણ મેળવવા માટે સરકારની ગાઈડ લાઈન અને સીરામીક એસોસિએશનની એડવાઇઝરીનું મોરબીના સીરામીક ઉધોગકારોને ચુસ્તપણે પાલન કરી રહ્યા છે. આજે મોરબીના વેલમાઈકા લેમીનેટસ પ્રા. લી. માં કામ કરતા તમામ લેબરને કોરોના સામે રક્ષણ આપવા માટે ખાસ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ મોરબી નજીક જાંબુડિયા ગામ પાસે આવેલ ગ્રેનિક ટાઇલ્સ ફેક્ટરીમાં કામ કરતા 150 લોકોને આ ફેકટરીના માલિક ગિરીશભાઈ પડસુબિયા, ભરતભાઇ અમૃતિયા અને હર્ષદભાઈ અમૃતિયા દ્વારા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે.