મોરબી : કોરોનાના કહેરના પગલે ખાસ કરીને લોકો ભીડથી દૂર રહેવા લાગ્યા છે. જરૂરી હોવા છતાં પણ બહારગામની મુસાફરી ટાળી રહ્યા છે. જેની સીધી અસર એસટી સેવા પર પડી છે. મોરબી એસટીમાં છેલ્લા ત્રણ દિવસથી મુસાફરોનું પ્રમાણ સાવ ઘટી ગયું છે. એસટી બસોમાં મુસાફરો ઘણા જ ઘટ્યા છે. કોરોનાની દહેશતના કારણે મોરબી એસટી બસોમાં છેલ્લા ત્રણ દિવસથી મુસાફરોમાં ભારે ધટાડો થઈ રહ્યો છે. એસટી બસ સ્ટેન્ડમાં મુસાફરોનું ખૂબ જ ઓછી ભીડ જોવા મળી છે. કોરોનાના ડરને કારણે હવે એસટી બસમાં મુસાફરી ધટી ગઈ છે. છેલ્લા ત્રણ દિવસથી મુસાફરો ઘટતા એસટીની આવક ઘટી છે. જેમાં ગત તા.10 થી માંડી અત્યાર સુધીમાં વચ્ચે થોડી વધઘટ થઈ હતી. પરંતુ છેલ્લા ત્રણ દિવસમાં એસટીની આવક જોઈએ તો તા.17 ના રોજ રૂ. 3,51,740 ની આવક અને તેમાંથી ઘટીને તા.18 ના રોજ રૂ. 3,48,842ની આવક તથા તેમાંથી પણ ઘટીને તા.19 ના રોજ રૂ. 3,28,383ની આવક થઈ હતી. આમ, ત્રણ દિવસમાં એસટીની આવક ઘટી છે. આજે પણ ઘણા ઓછા મુસાફરો જોવા મળ્યા હતા. એક-એક બસમાં 10-15 જેટલા માંડ મુસાફરો જોવા મળ્યા હતા. અગાઉ ભરચકક દેખાતા એસ.ટી. બસ સ્ટેન્ડ અને બસો ખાલીખમ જોવા મળી હતી.